ચબુતરો એટલે શું ?


ચબુતરો એટલે પૂણ્ય કમાવવાની જગ્યા........

ઓછો ખર્ચ, ઓછી જગ્યા, ઘરની શોભા, ગામની શોભા, સોસાયટીની શોભા અને બગીચાની શોભા એટલે ચબુતરો........

ચબુતરો એટલે પંખીઓને બેસવા માટે, ચણવા માટે તેમજ પાણી પિવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા......

ભારત દેશમાં ત્રણ-ચાર દાયકા પહેલા દરેક ગલી કે ફળીયામાં નાનો કે મોટો ચબુતરો લગભગ જોવા મળતો હતો......

ખેરાલુના પ્રતિષ્ઠીત લેખક શ્રી સુમન ઓઝા કહે છે.... પંખીઓ પ્રભુના પયગંબર છે, દેવદૂત છે. સાચા અર્થમાં પ્રભુને મળવુ હોય તો ચાલો પંખીઘરમં દાણા નાખીએ, ઘર આંગણે કે મહોલ્લામાં પંખીઘર હોવુ એ મહાપૂણ્યનું કર્મ છે. આવતા જન્મોના કર્મનું મહાન ફળ છે. માણસ પોતાના સ્વાર્થના ઘણા કર્મ કરે છે પરંતુ પંખીઘરમાં પંખીઓને દાણા નાખવાની રોજની ટેવ રાખીએ તો વૈકુંઠમાં વાસ મળે છે. જેના ઘેર પંખીઘર વસાવ્યુ તે માનવ જન્મનો ભવસાગર તરી ગયો સમજજો. તેના કર્મનો સરવાળો થઇ અનેક જન્મોનું ફળ પ્રાપ્ત કરી સુખી થાય છે.

ઘરમાં કોઇ સમસ્યા હોય, કોઇને અસાધ્ય રોગ હોય તો એક સંકલ્પ કરો, હું પંખીઘરમાં નિયમિત દાણા નાખીશ. આ સતકર્મથી માનવીની સમસ્યાઓ અને રોગોનું સમાધાન ટૂંક સમયમાં થઇ જાય છે. પંખીઓને ચણ નાખનાર માણસ ધનવાન હોય છે.

Download Now

ભવાની એન્જીનીયર્સ બ્રોચર

 • chabutro

“કર્મ હી જીવન, કર્મ હી પૂજા
કલ્યાણ કે સિવા ઓર ન દુજા”


તો આવો મુલાકાત લઇએ ખેરાલુના પરેશભાઇ વી. દેસાઇને મળીએ....... એમના ભવાની એન્જીનીયર્સમાં નવા નવા ડિઝાઇન બધ્ધ ચબુતરા બને છે તેને આપણે ખરીદીએ અને આપણા ભવ્ય બંગલા આગળ, સોસાયટી વચ્ચે કે પોત પોતાના નિવાસ સ્થાને પંખીઘર ઉભા કરીએ અને જગત નિયંતા ભગવાનના વાલા બનીએ. આ જ એક એવુ કર્મ છે જેના ધ્વારા ભગવાનની અનન્ય કૃપા અને આશીર્વાદ મેળવી શકાય છે.

અમારો સંપર્ક કરો
 • વિધ વિધ પક્ષી આવી મળે, ચબુતરે બેસી ચણ ખાય,                 રક્ષણ મળે ચારે દિશાથી, પાણી પીને ખુબ હરખાય,         મહિમા છે તેનો વર્ષો જુનો, સંસ્કૃતિ ભારતની પુરાણી,                 ચબુતરા હતા મહેલોમાં પણ આજે વાત બધે ફેલાણી.
  ભવાની એન્જીનીયર્સ
 • માણસે જન્મ લઇ સ્વાર્થ માટે તો ઘણું કર્યુ પરંતુ અબોલ જીવોના કલ્યાણ માટે શું કર્યું. નિશ્વાર્થ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પંખીઘરની સ્થાપના.
  ભવાની એન્જીનીયર્સ
 • કુતર, કબુતર, માવિતર, કન્યા, કપિલા અને કિડી એ તરવાના મુખ્ય મારગ છે.
  શ્રી રામજીબાપા (ધોલવાણી)
 • જેમ માણસમાં જીવ દયાનો ગુણ લાવવો હોય તો પાણીની પરબ બંધાવે વળી એથીયે એના હૈયામાં દયા અને સહાનુભુતિ હોય તો ચબુતરો બંધાવે આ માણસનું મહાન પુણ્ય ગણાય છે.
  ભવાની એન્જીનીયર્સ